બનાસકાંઠાના વડગામના છનિયાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી હોવાની વાત સામે આવી છે, પત્ની પર ખોટો વહેમ રાખી ગળુ દબાવી હત્યા કરી છે, અને આરોપી પતિએ હત્યા કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત, પોલીસે આરોપી પતિ રાયચંદ ઓડની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધ્યો છે.
બનાસકાંઠામાં પતિએ કરી પત્નીની હત્યા
બનાસકાંઠાના વડગામના છનિયાણા ગામે પતિએ કરી પત્નીની હત્યા, ખોટા વહેમ રાખીને પતિ પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો અને ગુસ્સે ભરાયેલા પતિએ ગળુ દબાવીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે, તો પરિજનોને જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો તો પતિની પૂછપરછમાં પતિએ કબુલ્યું કે તેની પત્નીની હત્યા તેણે જ કરી છે, તો પોલીસે ઉંડાણ પૂર્વક પૂછપરછ કરી છે અને પતિ-પત્ની વચ્ચે લાંબા સમચથી ઝઘડો ચાલી રહ્યો હતો.













