ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ એ પોલીસ લાઈનમાં થયેલી ચોરીને ભેદ ઉકેલી નાખ્યો છે, થોડા દિવસ પહેલા વિદ્યાનગર ખાતે આવેલ પોલીસ લાઈનમાં બની હતી ચોરીની ઘટના અને વિદ્યાનગર પોલીસ લાઈનના મકાનમાં નેત્ર પ્રોજેક્ટના કેમેરા સહીતની વસ્તુઓની થઈ હતી ચોરી.
થોડા દિવસ અગાઉ થઈ હતી પોલીસ લાઈનમાં ચોરી
ફરિયાદના આધારે પોલીસે જવાહર મેદાન ઝુંપડામાં રહેતા રાહુલ ઉર્ફે બાડો સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી મીઠાપરા અને વડવા તલાવડીમાં રહેતા મિહીર ટાંક નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,51,350નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે, પોલીસની પૂછપરછ દરમિયાન જવાહર મેદાન ઝુંપડામાં રહેતા વિજય ઉર્ફે કાળીયો સોલંકી અને મોતીતળાવમાં રહેતા સુલેમાનભાઈ સર્કીટ નામના બે શખ્સોના નામ ખુલવા પામતા પોલીસે આગળની તપાસ હાથધરી છે.
વાયરલેસ પીએસઆઈએ નોંધાવી હતી ફરિયાદ
ભાવનગરમાં વિધાનગરમાં આવેલી પોલીસ લાઈનમાં આ ચોરી થઈ હતી અને બંધ મકાનમાંથી નેત્રમ પ્રોજેકટના સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી અને બારીની ગ્રીલ તોડીને આ ચોરી કરવામાં આવી હતી, વાયરલેસ પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડયા છે. રૂ.1.75 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જણાવાયું હતું.









