ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં ટોળાનો હુમલો સામે આવ્યો છે, જેમાં 2 મહિલાઓ સહિત 8 લોકો પર ટોળાએ હુમલો કર્યો છે, અને બાઈક ચલાવવાની માથાકૂટને લઈ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અને પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોરોની શોધખોળ આદરી છે.
25થી વધુ લોકોના ટોળાએ પથ્થરથી હુમલો કર્યો
આ સમગ્ર ઘટનામાં ટોળાએ પથ્થરથી હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને બાઇક ચલાવવા મુદ્દે બે જૂથો વચ્ચે થઇ હતી બબાલ અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, બોરતળાવ પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે, ઈજાગ્રસ્તોને સારૂ હોય તેવા લોકોને પણ હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે, આ સમગ્ર ઘટનામાં હાલ જગ્યા પર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે અને હાલ વિસ્તારમાં શાંતિ ભર્યો માહોલ છે.
