રેસિડેન્ટ એડિશનલ કલેકટર આર.કે. ઓઝા સહિત 7ને મળી શકે છે સમન્સ અને લાંચના રૂપિયા કોને અપાતા હતા અને ક્યાં રોકતા તેની પણ તપાસ થઈ શકે છે, જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર છે, રાજેન્દ્ર પટેલની ધરપકડ થતાં થશે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે.
પૂર્વ કલેક્ટરની નજીક ગણાતા કેટલાક અધિકારીઓની પૂછપરછ થઈ શકે છે
કચેરીના રેકર્ડ રૂમમાં રહેલા પોટલાં ખોલી મહત્વપૂર્ણ ફાઈલોની ઈડીએ તપાસ શરૂ કરવામાં આવી છે. જમીન સહિતના વિવિધ પ્રકરણોમાં થયેલી ગેરરીતિઓને લઈને ઈડીએ છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની ઈંડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. જેમાં કલેક્ટર ઓફિસમાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા વર્ગ-૪ના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.
સોલાર કંપનીઓને ફળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે
કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી ગુમ કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચુકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રૂપના અધિકારીઓ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લેતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
દિલ્હી ઈડીના અધિકારીઓ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ માટે દિલ્હી લઈ જાય તેવી શકયતાઓ છે
જયારે ઈડીની બે ટીમો સુરેન્દ્રનગરમાં હાલ તપાસ કરી રહી છે, જેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા સહિત સાત જણાને તપાસ માટે સમન્સ પાઠવવામાં આવનાર છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, લાંચનો ૫૦ ટકા હિસ્સો કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર પટેલને મળતો હતો અને તમામ હિસાબ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો. જેથી ઈડીના અધિકારીઓ દ્વારા પીએ જયરાજસિંહ ઝાલાનું નિવેદન લઈને કલેકટરના નાણાં કેવી રીતે આપવામાં આવતા હતા અને કયાં કયાં રોકાણ કરતા તે મુદ્દે તપાસ ચાલુ કરી છે.
સ્પીડ મનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ
ઈડીએ રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઇસ જપ્ત કર્યા હતા. જે તમામ ઈલેટ્રોનિકસ વસ્તુઓ એફએસએલની મદદથી ઓપન કરતા કેટલીક મહત્વની વિગતો મળી આવી છે. આ ઉપરાંત પેન ડ્રાઈવમાં પણ લાંચનો તમામ ડેટા અને લાંચની રકમનું રોકાણ કયાં કર્યું છે, કેટલાક નામો કોડવર્ડમાં લખેલા હોય તે બાબતે કલેકટરની પૂછપરછ ચાલી રહી છે. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.
જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું
જેમાં કલેકટર મુખ્ય ભૂમિકા છે. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભકરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. દિલ્હી ઈડીની ટીમો સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તપાસ કરી રહ્યા છે. જયારે દિલ્હીની ટીમ કલેકટરની સથન પૂછપરછ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું યોજાશે મહાસંમેલન, સામાજિક બંધારણની થશે રચના