બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં વાવ, થરાદ, પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે અને દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, આ સંમેલન એટલા માટે યોજાઈ રહ્યું છે કે, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સામાજિક બંધારણની રચના કરી તેનું અમલીકરણ કરવામાં આવશે.
સમાજ માટે બંધારણનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે
આ મહાસંમેલનમાં ઠાકોર સમાજના રાજકીય નેતાઓ પણ આવવાના છે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, અગાઉ પણ ઘણી વખત ઠાકોર સમાજના રાજકીય નેતાઓએ સ્ટેજ પરથી સમાજના અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરી છે, પરંતુ આ વખતે બધા એક સાથે મળવાના છે અને સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોએ ભેગા મળીને નવા બંધારણનો સમાજન માટે મુદ્દો તૈયાર કર્યો છે, ઓગડજી મહારાજની સાક્ષીમાં રજૂ થનારું આ નવું માળખું સમાજ માટે માર્ગદર્શક બનશે.
રાજકીય નેતાઓ હાજર રહેશે આ સંમેલનમાં
આ સંમેલનમાં રાજકીય નેતાઓ પણ હાજર રહેશે અને સવારે 10 વાગે આ સંમેલનની શરૂઆત થશે અને બપોર સુધીમાં આ સંમેલન પૂર્ણ થશે, સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ સંમેલન ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાય માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી ક્ષણ સાબિત થશે.









