રાજકોટમાં ઠંડીનો પારો 9.4 ડિગ્રી નોંધાયો છે, અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન મધ્યમ નોંધાયું છે અને અમદાવાદમાં 14.1 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ભાવનગરમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 11.4, કેશોદમાં 10.3 ડિગ્રી તાપમાન, મહુવામાં 13.5, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં શિયાળો જમાવટ કરશે

અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે

જે મુજબ, હાલના તબક્કે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ, 4 જાન્યુઆરી બાદ વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નો વધારો થવાની શક્યતા છે, જેનાથી લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં રાત્રિનું તાપમાન નીચું રહેવાની સંભાવના છે.


આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતના હાઈપ્રોફાઈલ ગરબા ‘સફેદ પરીંદે’ના મેનેજર સાથે 5 લાખનું ફ્રોડ