ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યાના મામલે આખરે આઠ દિવસ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક કોન્સ્ટેબલે ગત અઠવાડિયે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, જે બાદ પરિવાર અને સાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ઘોઘા પોલીસ મથકના જ PSI બી. કે. ગોસ્વામી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે PSI દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે કંટાળીને કોન્સ્ટેબલે આ અંતિમ પગલું ભર્યું હતું.


ઘોઘા પોલીસ મથકમાં વિવાદ

આ કેસમાં પોલીસ દ્વારા શરૂઆતમાં તપાસમાં ઢીલ મૂકવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા, પરંતુ સતત દબાણ અને પુરાવાઓની ચકાસણી બાદ ઉચ્ચ અધિકારીઓના આદેશથી PSI વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાઈ છે. દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારે આક્ષેપ કર્યો હતો કે ફરજ દરમિયાન તેમને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા. હાલમાં ભાવનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને PSI બી. કે. ગોસ્વામી સામે કાયદાકીય શિકંજો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Kodinar માં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ભડકાઉ પોસ્ટ કરનાર આરોપી જેલના સળિયા પાછળ

  • Follow us on: