29 ડિસેમ્બરના રોજ બગદાણા નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં અત્યાર સુધી જયરાજ આહીર સહિત 14ની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ હજી પણ SIT દ્વારા ચાલી રહી છે.


ભાવનગરમાં 1 ફેબ્રુઆરીના રોજ ન્યાય મહાસભા યોજવાની જાહેરાત

નવનીત બાલધીયા પર થયેલ આ હુમલામાં ન્યાય મળે તે માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ભાવનગરમાં 1 ફેબ્રુઆરીના રોજ ન્યાય મહાસભા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

વિવિધ વિસ્તારોમાં વિશાળ બેનરો લગાવવામાં આવ્યા

મહાસભા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશાળ બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં લોકોને મોટી સંખ્યામાં સહભાગી થવા માટે આહ્વાન આપવામાં આવ્યું છે.

પ્રભુદાસ તળાવ, ખેડૂતવાસ, કુંભારવાડા સહિતના મુખ્ય વિસ્તારોમાં બેનરો લગાવાયા

બેનરો પ્રભુદાસ તળાવ, ખેડૂતવાસ, કુંભારવાડા સહિતના મુખ્ય વિસ્તારોમાં લગાવ્યા ગયા છે. ખાસ કરીને નવનીત બાલધીયાને સમર્થન વ્યક્ત કરવા મહાસભામાં જોડાવા માટે અપીલ કરાઇ છે.


આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ


  • Follow us on: