ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી છે. જયરાજને કોર્ટમાં રજૂ કરીને તેના જામીનની માગ કરાઈ હતી પણ કોર્ટે તેને ફગાવી જયરાજને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. જયરાજ જેલમાં ગયા બાદ માયાભાઈ આહિરે મૌન તોડ્યું હતું. તેમણે મહાભારતના ઉદાહરણ આપતા કહ્યુ હતું કે, હું ગીતામાં માનું છું જે થશે તે બરાબર થશે.


જયરાજના જેલવાસ બાદ માયાભાઈ આહિરે મૌન તોડ્યું

નવનીત બાલધિયા કેસમાં જયરાજના જેલવાસ બાદ માયાભાઈ આહિરે ક્ષત્રિય વણાર આહીર યુવા મંડળ દ્વારા આયોજીત સમૂહલગ્ન સમારોહમાં મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મને મૌન રહેતા આવડે છે તે દુનિયાએ જોયું. મારા પર તમામ સમાજના ફોન આવે છે. જૂનાગઢના સાધુઓ પણ આ બાબતે કહી રહ્યાં છે. મોહન ભાગવત સાથે હું બે કલાક બેઠો તેમણે મને પાંચ સુત્ર આપ્યા હતાં. હું ગીતાને માનુ છું. જે થશે તે બરાબર થશે. જે થયું એ પણ બરાબર થયું છે.


આ પણ વાંચોઃ Deesa : પોલીસ અને હોમગાર્ડ જવાનો સામે ગંભીર આક્ષેપ, બે સગી બહેનોએ જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ


  • Follow us on: