ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજની એસઆઈટી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જયરાજને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયરાજને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે.


જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરાયો

બગદાણામાં નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ બાદ આજે રવિવારે તેને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયરાજના જામીનની માગ કોર્ટે ફગાવી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત તેના વકિલે જામીનની પણ માગ કરી હતી. જે કોર્ટે નકારી કાઢી છે અને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.


આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરામાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસનું સર્ચ ઓપરેશન


  • Follow us on: