નવનીતને ન્યાય મળે તે માટે ન્યાય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને બોરતળાવ ખાતે કોળી સમાજના યુવાનોની બેઠક યોજાઇ હતી જેમાં નવનીતને માર મારવાના કેસમાં જયરાજ આહીર પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને એસઆઈટીની કમિટી આ મામલે તપાસ પણ કરી રહી છે.


[[$googlead]]

નવનીત બાલધીયાને મારવામાં આવ્યો હતો

29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયાને મારવામાં આવ્યો હતો માર અને સમગ્ર ઘટનાા લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતા, આ ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેના મળતિયાઓ દ્વારા આ રીતે માર મારવામાં આવ્યો છે અને ભોગ બનનારે ન્યાય મળે તે માટે મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાના યુવાનો એકઠા થયા હતા, આ મેટરમાં કોળી સમાજના ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે.

SITની ટીમ દ્વારા મહિલા PI ડી.વી.ડાંગરની પૂછપરછ કરાઈ હતી

ભાવનગર જિલ્લામાં બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈને તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલ SIT ટીમ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોને રેન્જ IG કચેરી ખાતે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ અનુસંધાને બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા હતા. પરંતુ આ પ્રકરણમાં મહિલા PI ઉપર ગંભીર આરોપો લાગતા તાત્કાલિક અસરથી તેમની પાસેથી તપાસ હટાવી લેવામાં આવી હતી અને તેમને લિવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી.

[[$alsoread]]


આ પણ વાંચો : Surat News : સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના, વીડિયો વાયરલ કરવાની ધમકી સાથે 2 શખ્સે 40 લાખ પડાવ્યા


  • Follow us on: