સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના બની છે અને બે ભાઇઓએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ છે, આરોપીની બહેને વીડિયો બનાવ્યો હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા છે, રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના
સુરતના રાંદેરમાં દુષ્કર્મની ઘટના બની છે અને મેકઅપ આર્ટિસ્ટ પાસેથી શખ્સોએ રુ. 40 લાખ પડાવ્યા છે, યુસુફ શેખ, ઇશરત શેખ, સોહેલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે અને મેકઅપ આર્ટિસ્ટે વીડિયો વાયરલ થવાની ધમકીને લઈ આ ફરિયાદ નોંધાવી છે, તો ભોગ બનેલ યુવતીનું પોલીસે મેડિકલ ચેકિંગ પણ કરાવ્યું છે, અને બે શખ્સોએ તો વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પણ સામે આવી છે, તો ભોગ બનનાર અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમમાં હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.













