ભાવનગરના બગદાણા ગામના નવનીત બાલધીયા પર થયેલા મારપીટના મામલે SIT દ્વારા છેલ્લા 16 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત હવે વધુ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.બગદાણા કેસમાં જયરાજ આહિરને SITનું તેડું આવ્યું છે. અને આજે સાંજે 5 વાગે તેને ભાવનગર IG કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત SITની ટીમે રામભાઈ વાળા અને મહુવા નિવાસી ચેતન સોનીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતાં. આ કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ કરાઈ છે.
બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા
બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હથિયાર પુરા પાડનારા બે શખ્સોની ધરપકડ કરાઈ છે. અજય ભાલીયા અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કૂલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.













