ભાવનગરના બગદાણા ગામના નવનીત બાલધીયા પર થયેલા મારપીટના મામલે SIT દ્વારા છેલ્લા 16 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત હવે વધુ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.બગદાણા કેસમાં જયરાજ આહિરને SITનું તેડું આવ્યું છે. અને આજે સાંજે 5 વાગે તેને ભાવનગર IG કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત SITની ટીમે રામભાઈ વાળા અને મહુવા નિવાસી ચેતન સોનીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે.


મને કાયદા પર પૂર્ણ ભરોસોઃ જયરાજ આહિર

ભાવનગર આઈજી કચેરીમાં SIT દ્વારા જયરાજ આહિરની પૂછપરછ કરાઈ હતી. સતત ત્રણ કલાલ સુધી જયરાજ આહિરની પુછપરછ કરવામાં આવી હતી. બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો જયરાજ આહિર પર આરોપ છે. જયરાજ આહિરે કહ્યું હતું કે, મેં એસઆઈટીના તમામ સવાલોના જવાબ આપ્યા છે. મને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. મારૂ વધુ નિવેદન લેવા માટે ભવિષ્યમાં બોલાવશે તો પણ હું આવીશ.

છેલ્લા 16 દિવસથી SIT સમગ્ર કેસમાં કરી રહી છે તપાસ

છેલ્લા બે દિવસમાં એસઆઈટી દ્વારા મુખ્ય ફરિયાદી નવનીત બાલધિયાની પણ પુછપરછ કરી હતી. તેણે એસઆઈટીને જયરાજ આહિર સામે પુરાવા આપ્યા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 16 દિવસથી આ સમગ્ર કેસમાં એસઆઈટીની તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચોઃ Bhavnagar : બગદાણાના નવનીત બાલધીયાને માર મારવાનો કેસ, જયરાજ આહિરને SITનું તેડું


  • Follow us on: