ભાવનગરના બગદાણા ગામના નવનીત બાલધીયા પર થયેલા મારપીટના મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા છેલ્લા 16 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત હવે વધુ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.


 બગદાણા કેસમાં જયરાજ આહિરને SITનું તેડું

બગદાણા કેસમાં જયરાજ આહિરને SITનું તેડું આવ્યું છે. અને આજે સાંજે 5 વાગે તેમને ભાવનગર IG કચેરીએ બોલાવાયા છે. જ્યાં SIT જયરાજ આહિરની પૂછપરછ કરશે.

રામભાઈ વાળા અને ચેતન સોનીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા

મળતી માહિતી મુજબ, SITની ટીમે રામભાઈ વાળા અને મહુવા નિવાસી ચેતન સોનીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે.

જયરાજ આહીરે રામવાળા પાસે નવનીતની માહિતી માગી હતી

તપાસ દરમિયાન ખુલ્યું છે કે રામભાઈ વાળા નામના વ્યક્તિને જયરાજ આહીર દ્વારા ફોન કરી નવનીત બાલધીયા અંગે માહિતી માંગવામાં આવી હતી.

રામભાઈ વાળા નવનીત બાલધીયા અને જયરાજ આહીર બંનેના મિત્ર

આ ઉપરાંત, નવનીત બાલધીયા અને જયરાજ આહીર બંનેના મિત્ર તરીકે ઓળખાતા રામભાઈ વાળાને SIT દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. ચેતન સોનીનું નામ પણ તપાસમાં સામે આવતા તેમને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.

નવનીત બાલધીયાએ SITને 15 પુરાવા આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભોગ બનનાર નવનીત બાલધીયાએ SIT સમક્ષ આશરે 15 જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા, જેમાં રામભાઈ વાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓના આધારે SIT દ્વારા સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તપાસ હજુ ચાલુ છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો-----    Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ



  • Follow us on: