ભાવનગર જિલ્લામાં બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાની ઘટનાને લઈને તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં રચાયેલ SIT ટીમ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોને રેન્જ IG કચેરી ખાતે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા
આ અનુસંધાને બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર રેન્જ IG ગૌતમ પરમારની કચેરી ખાતે હાજર થયા હતા.













