બોટાદના તરઘરા ગામે તાજેતરમાં કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર શૈક્ષણિક પ્રોત્સાહન પૂરતો સીમિત ન રહેતા, સામાજિક ન્યાય માટેના એક મોટા પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયો હતો. બગદાણાની ઘટનાના પીડિત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે આ મંચ પરથી એક મોટી જાહેરાત કરવામાં આવી જો ન્યાય નહિ મળે તો આવતા દિવસોમાં એક લાખ કોળી સમાજનું સંમેલન યોજાશે
કોળી સમાજના લોકોનું વિશાળ સંમેલન યોજાશે
બગદાણામાં નવનીતભાઈ બાલધિયા સાથે બનેલી ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોનું માનવું છે કે હજુ સુધી આ બાબતે યોગ્ય ન્યાય મળ્યો નથી. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હવે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું સામાજિક સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડે વિદ્યાર્થી સન્માન સમારોહ દરમિયાન જાહેરાત કરી હતી કે જો આગામી દિવસોમાં નવનીતભાઈ બાલધિયાને ન્યાય નહીં મળે તો બોટાદના તરઘરા ગામે એક લાખ કોળી સમાજના લોકોનું વિશાળ સંમેલન યોજાશે.













