બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે બરવાળા પોલીસ અને એસઓજી બોટાદની ટીમે એક બાતમીના આધારે રેડ કરીને ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા એક શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
મઢીમાં ચાલતું હતું ગાંજાનું વાવેતર
ઘટનાની મળતી માહિતી અનુસાર, બરવાળા પોલીસ અને એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ પોતાના કબ્જા ભોગવટા વાળી મઢીમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજા અને તેના છોડનું વાવેતર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાંથી માદક પદાર્થ ગાંજો તથા તેના છોડ મળી આવ્યા હતા.












