બોટાદના મિલેટ્રી રોડ પર ગત 28 ડિસેમ્બરે સર્જાયેલા ગંભીર અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ આજે સામે આવ્યા છે. આ ફૂટેજમાં પિકઅપ વાન જે પ્રકારે રસ્તા પર પલટી મારી રહી છે, તે દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ થથરી જાય તેમ છે. આ અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 28 જેટલા સભ્યો પિકઅપ ગાડીમાં સવાર થઈને વાડીએ જમવાના પ્રોગ્રામ માટે જઈ રહ્યા હતા.


28 ડિસેમ્બરે મિલેટ્રી રોડ પર થયો હતો અકસ્માત

આ દરમિયાન મિલેટ્રી રોડ પર ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. CCTV માં કેદ થયેલા દ્રશ્યો મુજબ, પુરપાટ ઝડપે જતી પિકઅપ વાન અચાનક રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને બે વાર હવામાં ગુલાંટ મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ગાડીમાં સવાર 28 લોકોમાંથી ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 26 જેટલા લોકો લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં અન્ય 26 લોકોને પહોંચી હતી ઈજાગ્રસ્ત

હસતા-રમતા વાડીએ જમવા જતા પરિવાર પર અચાનક કાળનો પંજો ત્રાટકતા આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતના આ ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના ફરી એકવાર વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવાના અને ઝડપના જોખમ તરફ અંગુલીનિર્દેશ કરે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: