પ્રમુખ તથા ચીફ ઓફિસરની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિ લાવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વેચાણ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી.


આઠ વેપારીઓ પાસેથી અંદાજે 350 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

આ ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા બોટાદ શહેરનાં રહેણાંક તથા બિન રહેણાંક વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જાહેર સ્થળોએ કચરો ફેંકતાં અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં અથવા તેનું વેચાણ કરતાં આસામીઓ સામે નિયમ અનુસાર પગલાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન, પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વપરાશ અંગે કુલ આઠ વેપારીઓ પાસેથી અંદાજે ૩૫૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ બોટાદ માટે નગરપાલિકાને સહકાર આપે તમામ લોકો

નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વેચાણ કે વપરાશને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. શહેરની સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે આવી ઝુંબેશો આગામી સમયમાં પણ સતત ચાલું રાખવામાં આવશે. નગરપાલિકા તંત્ર દ્વારા તમામ નાગરિકો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, કચરો જાહેર સ્થળોએ ન ફેંકે અને સ્વચ્છ બોટાદ માટે નગરપાલિકાને સહકાર આપે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં બાટલી ગેંગના 14 સાગરીત સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો, DCP ક્રાઈમે કહ્યું, કાં તો ગુનાખોરી છોડી દો અથવા રાજકોટ છોડી દો


 

  • Follow us on: