જેમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બાટલી ગેંગના 14 જેટલા સાગરીત વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરી 9 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બાટલી ગેંગના સભ્યો વિરુદ્ધ ઘરફોડ ચોરી, લૂંટ, NDPS,ખૂન, ખૂનની કોશિશ, અપહરણ સહિતના 57 જેટલા ગુના છેલ્લા દસ વર્ષમાં દાખલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.


બાટલી ગેંગના સભ્યો 2016થી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે

રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સાવન ઉર્ફે લાલી વાઘેલા નામનો વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બાટલી ગેંગના નામે ઓળખાતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓની આજીવિકાનુ મુખ્ય સાધન ગેરકાયદેસર પ્રવૃત્તિ થકી મેળવવામાં આવેલ ધન હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાટલી ગેંગના ગેંગ લીડર સાવન ઉર્ફે લાલી વાઘેલા સહિત કુલ 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગેંગ લીડર સાવન ઉર્ફે લાલી વાઘેલા હાલ વડોદરા ખાતે પાસાની કાર્યવાહી અંતર્ગત જેલમાં બંધ છે જેનો કબજો મેળવીને તેની ધરપકડ કરવામાં આવશે.

ભૂરો પાટડીયા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ સરફરાજ ઉર્ફે ઈડો કાદરી, કમલેશ ઉર્ફે લાલુ પરમાર, સમીર ઉર્ફે ધમો શેખ, ઈશોભા દલ, મીરખાન દલ, અસલમ ઉર્ફે સર્કિટ શેખ, સુલેમાન દલ, ઈરફાન ભાણું તેમજ સાહિલ ઉર્ફે ભૂરો પાટડીયા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. તેમ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2024થી લઈ અત્યાર સુધીમાં કુલ 4 જેટલી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ, પૈંડા ગેંગ, મરઘા ગેંગ તેમજ બાટલી ગેંગનો સમાવેશ થાય છે.

ગઠિત ગુનાખોરી કરતા હોય તેવી ગેંગ વિરુદ્ધ આવનારા દિવસોમાં ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવશે

પૈંડા ગેંગના સભ્યો અને મરઘા ગેંગના સભ્યો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરીને એકઠી કરેલ સંપતિ બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં તેમની સંપતિ ટાંચમાં લેવા બાબતે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ હાલ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ડેટા પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 2 થી વધુ ગુના આચર્યા હોય તેમજ સંગઠિત ગુનાખોરી કરતા હોય તેવી ગેંગ વિરુદ્ધ આવનારા દિવસોમાં ગુજસીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surendranagar News : સાયલા વન વિભાગે ફિલ્મી ઢબે પીછો કરી બે શિકારીને દબોચ્યા, જંગલમાં નીલગાયનો કરતા હતા શિકાર


  • Follow us on: