આ દરમિયાન સાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઇ બી.મકવાણાને સેજકપર ગામના રેવન્યુ સર્વે નંબર-૩૭૫માં નીલગાયનો શિકાર થતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે સાયલા રેન્જના વનપાલ, વનરક્ષકો અને ક્ષેત્રીય સ્ટાફ સહિત ૨૫ થી ૩૦ કર્મચારીઓની ટીમે ગત રોજ રાત્રિના સમયે સેજકપર ગામે ઓચિંતી રેઇડ કરી હતી.


નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા આરોપીઓ

આ કામગીરી દરમિયાન સ્થળ પર પાંચ ઇસમો નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા, જે પૈકી ત્રણ ઇસમો અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા જ્યારે વન વિભાગની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને કુરેશી જુબેદ ઇબરાલ અહેમદ અને હનીફ ઇબ્રાહીમ સંધી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

વન વિભાગે 30 કિલો માંસ ઝડપી પાડયું

વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ રાત્રિના સમયે માદા નીલગાયનો શિકાર કરી તેને વેચાણ અર્થે કાપતા હોવાની કબૂલાત કરી હતી. તપાસનીશ અધિકારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી સ્થળ પરથી અંદાજે ૩૦ કિલો માંસ, ગુનામાં વપરાયેલી સેન્ટ્રો કાર, બાઇક, બે તીક્ષ્ણ છરા, લોખંડના સળીયા, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ ૧૯,૨૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ સાયલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

2 આરોપી ઝડપાયા 3 આરોપી ફરાર થયા

આ ઘટનાના તાર ક્યાં જોડાયેલા છે અને નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સો કોણ છે તેની સઘન તપાસ માટે વન વિભાગે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. આ સફળ કામગીરીમાં સામાજિક વનીકરણ વિભાગ, વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગર મકવાણા અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.


આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા 2ના મોત


  • Follow us on: