અરવલ્લીના ભિલોડાના ધોલવાણી ગામે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા છે જેમાં 2 યુવાનના મોત થયા છે, ફુલ સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જયો છે અને બાઇક પર સવાર હતા ત્રણ યુવકો જેમાં એક યુવકને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે, મયુર ખરાડી અને મનોજ પાંડોરનું મોત થયું છે.
ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માતમાં બે યુવકોના મોત
અરવલ્લી જિલ્લાના ધોલવાણી પાસે કાર અને બુલેટ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અને કાર ચાલકે પુરઝડપે બુલેટ પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી જેમા બે યુવકોના સારવાર દરમિયાન મોત થયા છે તો એક યુવાન હજી સારવાર હેઠળ છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોડી રાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ભૂતાવળ ગામના મયુર ખરાડી, મનોજ પાંડોરનું મોત થતા ગામમાં પણ શોકનો માહોલ છે.













