આ અભિયાન અંતર્ગત શહેરનાં રહેણાંક તથા બિન-રહેણાંક વિસ્તારો, મુખ્ય માર્ગો, માર્કેટ વિસ્તાર તેમજ બોટાદ શહેરમાં આવેલી ઉતાવળી નદી અને મધુમતી નદીની સફાઈ કામગીરી સઘન રીતે ચાલી રહી છે. શહેરનાં વિવિધ એન્ટ્રી પોઈન્ટ પર જમા થયેલાં જાડી જાખરા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.


બોટાદ શહેરમાં પ્રવેશતાં લોકોને સ્વચ્છ અને સકારાત્મક છબી અનુભવાય

સાથે સાથે શહેરનાં જુદાં જુદાં વિસ્તારોમાં ચીફ ઓફિસરશ્રી તથા સેનિટેશન ટીમ દ્વારા દૈનિક ચેકિંગ કરી સ્વચ્છતા કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ દરમિયાન જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતાં તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં ઈસમો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર કચરો ઉપાડતાં વાહનો નિયમિત રીતે કચરો ઉપાડે છે કે નહીં તેની પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

બોટાદ સુધારણા યોજના અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ

બોટાદ જિલ્લાની જનતાને સુચિત અને સતત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી બોટાદ સુધારણા યોજના અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ યોજનાના તળે કારિયાણી હેડવર્ક્સથી ઈ.એસ. તળેના બોટાદ તાલુકાના ઝમરાળા, રતનવાવ તથા કેરિયા–૨ ગામોને પીવાના પાણી માટેની વ્યવસ્થાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ત્રણેય ગામોમાં છેલ્લાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા રહેલી હતી.

2 ગામોને નિયમિત અને પૂરતું પીવાનું પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે

ખાસ કરીને ઉનાળાનાં સમયમાં ગ્રામજનોએ પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદ સુધારણા યોજના અંતર્ગત નવી પાઇપલાઇન, જરૂરી ટેકનિકલ વ્યવસ્થાઓ તથા પાણી પુરવઠા સંબંધિત માળખાકીય કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં કરવામાં આવેલ ટેસ્ટિંગ સંપૂર્ણપણે સફળ રહેતાં હવે આ ગામોમાં પીવાના પાણીની સમસ્યા કાયમી રીતે દૂર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ હવે ઝમરાળા, રતનવાવ અને કેરિયા–૨ ગામોને નિયમિત અને પૂરતું પીવાનું પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો : Surendranagar News : ચોટીલા તળેટી ખાતેથી રાજયકક્ષાની છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 30 ડિસેમ્બરે યોજાશે


  • Follow us on: