બોટાદ જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા.૧૮-૧૨-૨૦૨૫ થી તા. ૧૭-૦૨-૨૦૨૬ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે તથા આ પ્રતિબંધિત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


બોટાદની આ જગ્યા પર ઉપવાસ કે ધરણા નહી કરી શકો

આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઈએ ઉપવાસ પર બેસવું નહીં કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહીં, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં, કોઈપણ વ્યક્તિએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહીં તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે ન રાખવા અંગે ઉક્ત પ્રતિબંધ ફરમાવ્યો છે.

સરકારની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં જાહેરનામું

આ હુકમ સરકારી નોકર કે સરકારશ્રીની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.


 
  • Follow us on: