બોટાદમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે. શહેરનાં હિરાબજાર થી ટાવર રોડ સુધી તેમજ શહેરનાં અન્ય મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા વધી રહી છે જેના કારણે લોકોને કલાકો સુધી ઉભું રહેવું પડે છે ત્યારે તાત્કાલિક ટ્રાફીક સમસ્યાનું નિવારણ લાવવા લોકો માંગ કરી રહ્યા છે.


શહેરના મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ

બોટાદ શહેરમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અઢી લાખથી વધુની વસ્તી ધરાવતું અને ૧૧ વોર્ડમાં વહેંચાયેલું બોટાદ નગરપાલિકા વિસ્તાર દિવસે ને દિવસે વધતા વાહન વ્યવહારના ભાર હેઠળ દબાઈ રહ્યું છે. પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે..

 ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન થતું નથી

શહેરનાં હિરાબજાર, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ટાવર રોડ તેમજ જલમીન ટોકિઝ રોડ પર સવાર, બપોર અને સાંજના પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. ટ્રાફિક નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન થતું નથી.

શહેરના આંતરિક રસ્તાઓ પર વધારાનો ભાર

બોટાદ જિલ્લાકક્ષાનું કેન્દ્ર હોવાથી આસપાસના તાલુકાઓમાંથી રોજ મોટી સંખ્યામાં લોકો કામકાજ, વેપાર અને અન્ય કારણોસર શહેરમાં આવે છે. જેના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર વધારાનો ભાર પડી રહ્યો છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ વાહનો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં સ્થિતિ યથાવત રહી છે. ત્યારે હવે શહેરવાસીઓ દ્વારા રસ્તાઓ પહોળા કરવા, ઓવરબ્રિજ અથવા બાયપાસ રોડ તેમજ રીંગ રોડ બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાત નકલી પોલીસના કેસમાં દસમા ક્રમે, વીતેલા વર્ષે 37 થી વધુ નકલી પોલીસ ઝડપાયા


  • Follow us on: