આ પ્રયાસોના ભાગરૂપ પ્રમુખ તથા ચીફ ઓફિસરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વેચાણ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવી અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં ઉપયોગને અટકાવવાનો રહ્યો હતો.
10 વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો
આ અભિયાન દરમિયાન બોટાદ શહેરનાં રહેણાંક તેમજ બિન-રહેણાંક વિસ્તારોમાં આવેલ મુખ્ય રસ્તાઓ અને જાહેર સ્થળોએ સેનિટેશન ટીમ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. જાહેર સ્થળોએ કચરો ફેંકતાં તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ કરતા આસામીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામે, પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કુલ ૧૦ વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.













