દેશના અન્ય રાજ્યોમાં કેટલાક શખ્સો નકલી પોલીસ અધિકારી બનીને કે પછી નકલી ઇડી અધિકારી બનીને કે નકલી સરકારી અધિકારી બનીને લોકોને ધમકી આપી પૈસા પડાવતા હોવાના ઘણા બનાવો બનેલા છે તો ગુજરાતમાં પણ અવાર નવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસ કે સીબીઆઇનું કે પછી ઇડીનું નકલી આઇ કાર્ડ પણ મળી આવે છે. વર્ષ 2025માં સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાત પોલીસે આવા નકલી પોલીસ બનીને રોફ બતાવતા કે પછી નાણાં પડાવતા 37 આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસના સ્વાંગમાં ફરતાં અથવા ડિજીટલ એરેસ્ટ કરતાં કુલ 37 આરોપી પકડાયા
ગુજરાતમાં નકલી પોલીસ અધિકારીઓના કિસ્સા છેલ્લા એક વર્ષે નોંધપાત્ર રીતે વધ્યા છે. રાજયમાં પોલીસના સ્વાંગમાં ફરતાં અથવા ડિજીટલ એરેસ્ટ કરતાં કુલ 37 આરોપી પકડાયા છે. નકલી પોલીસના કેસોમાં ગુજરાત દેશમાં દસમો ક્રમ ધરાવે છે. નકલી પોલીસમાં ટોચ ઉપર ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારનો ક્રમ આવે છે.
નકલી અધિકારૂ બનવાનો મુખ્ય હેતુ નાણાકીય કૌભાંડો, ખંડણી માંગવાનોટ
રાજ્યમાં ઘણા શહેરોમાં નકલી પોલીસ કર્મચારીઓ ઝડપાયા છે. ઘમા પાસે પોલીસના નકલી આઇ કાર્ડ પણ જપ્ત થયા છે. જેનો ઉપયોગ ખંડણી માટે કરવામાં આવતો હતો. નકલી અધિકારૂ બનવાનો મુખ્ય હેતુ નાણાકીય કૌભાંડો, ખંડણી, શક્તિ દર્શાવી રોફ બતાવવા અથવા પોલીસમાં જોડાવાના અધૂરા સપનાને પૂરા કરવાનું છે.
37 પકડાયેલામાંથી 17 ડિજિટલ એરેસ્ટના ગુનાના
સપ્ટેમ્બર, 2025 સુધીના મળેલા આંકડા પ્રમાણે રાજ્યમાં એક વર્ષમાં 37 પકડાયેલામાંથી 17 ડિજિટલ એરેસ્ટના ગુનાના, 11 નાણાં કૌભાંડ, 4 ધાકધમકી, 3 નાણાકીય છેતરપિંડી અને 2 અન્ય ગુનાઓ માટેના આરોપી હતા. છેલ્લા એક વર્ષમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 20 જેટલા નકલી પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારી ઝડપાયા છે. ઉપરાંત, ડિજિટલ એરેસ્ટ થકી 17 જેટલા લોકો પકડાયા, જે શાળાઓ, કૉલેજો, ઈવેન્ટમાં મફતમાં પ્રવેશ મેળવવા કે પોલીસના સ્વાંગમાં ફરતાં હતા
નકલી પોલીસના કેસ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં
નેશનલ ક્રાઇમ રેકોર્ડ મુજબ, ગુજરાત બાદ દેશના અન્ય રાજ્યોમાં નકલી પોલીસના કેસ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી અને બિહાર આવે છે. રાજ્ય પોલીસે નકલી પોલીસ સામે સખત કાર્યવાહી ચાલુ રાખી છે.
આ પણ વાંચો----- Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ