બોટાદના ગઢડામાં મહિલા પર હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી મહેશ વાટુકિયાનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આરોપી વિરુદ્ધ ભુતકાળમાં 18 જેટલા ગુના નોંધાયા છે. પોલીસે નામચીન બુટલેગરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીના ઘરની જડતી અને અન્ય ગુનાની તપાસ શરૂ કરી છે.


આરોપીએ મહિલા પર ઘરે જઈને હુમલો કર્યો હતો

બોટાદના ગઢડામાં મોચીપરા વિસ્તારમાં નામચીન બુટલેગર મહેશ વાટુકિયા હેરાનગતિ કરતો હોવાથી મહિલાએ પોલીસમાં અરજી કરી હતી.જેના કારણે બુટલેગરે અદાવત રાખીને મહિલાના ઘરે જઈને ઝપાઝપી કરી હતી.તેણે સોનલબેન અને તેમના પુત્ર પર છરીથી હુમલો કર્યો હતો.માતા અને પુત્રને ઈજા થતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ થતાં પોલીસ આરોપીને પકડવા સક્રિય થઈ હતી

પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી

મહેશ વાટુકિયા લાંબા સમયથી દારૂનો ધંધો કરે છે અને વિસ્તારમાં લોકોને ખૂબ હેરાન કરતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. સમગ્ર હુમલાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હુમલા પહેલા મહિલાએ કરેલી અરજી બાબતે કોઈ એક્શન નહીં લેનાર પોલીસે હુમલો થયા બાદ આરોપી સામે તપાસ હાથ ધરી હતી. આરોપીને પકડીને પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીને ઘટનાસ્થળે ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. 


આ પણ વાંચોઃ Botad News: મારી સામે પોલીસમાં અરજી કેમ કરી? ઉશ્કેરાયેલા બુટલેગરે ઘરમાં જઈને મહિલા પર છરીથી હુમલો કર્યો


  • Follow us on: