ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૫-૨૬ માટે “૬ઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા”નું આયોજન તા.૩૦ ડિસેમ્બરે કરવામાં આવ્યું છે.


વિજેતાઓને રોકડ ઇનામ અને શિલ્ડ એનાયત કરવામાં આવશે

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમયમર્યાદામાં અરજી કરનાર અને જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના જુનિયર ૧૪ થી ૧૮ વર્ષના ૨૫૩ યુવક અને ૧૧૮ યુવતી એમ કુલ ૩૭૧ જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધામાં આ વર્ષે ભાઈઓ અને બહેનોને અલગ અલગ ૧ થી ૨૫ ક્રમ સુધીના વિજેતાઓને રોકડ ઇનામ અને શિલ્ડ એનાયત કરવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં નિયત સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે

તમામ સ્પર્ધકોએ તા.૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે ચોટીલા તળેટી ખાતે આવેલ ચોટીલા ટ્રસ્ટ નિવાસ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. મુખ્ય સ્પર્ધા ૩૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે યોજાશે, જેના માટે તમામ સ્પર્ધકોએ સવારે ૦૬:૩૦ કલાકે સ્પર્ધાના સ્થળ એટલે કે ચોટીલા પર્વત તળેટી, મુ. તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર ખાતે અચૂક હાજર થઈ જવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : Railway News : ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત


  • Follow us on: