બોટાદ LCB PI અને તેમની ટીમને બાતમી મળી હતી કે, દારૂ ભરેલો ટ્રક ભાવનગરથી અમરેલી જઈ રહ્યો છે જેથી પોલીસે ગોઠવી હતી વોચ અને વોચ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, બાતમી વાળો ટ્રક આવતા પોલીસે ટ્રકને રોકી તપાસ કરતા દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું છે.

બોટાદ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

પોલીસે ટ્રકમાંથી રૂ.27.40 લાખની કિંમતની 8784 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને પોલીસે દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ.52.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પોલીસે રાકેશ ભીમજી મોરી અને કિશન સુરેશ દવેની ધરપકડ કરી છે, ક્યાંથી દારૂ આવતો હતો અને કયા ઉતારવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કેસમાં હજી વધુ નામ ખુલી શકે છે

પોલીસની તપાસમાં હાલમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં હજી પણ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને દારૂ મંગાવનાર કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, દારૂ કયા રાજયમાંથી આવ્યો તેની માહિતી હજી સામે આવી નથી, ત્યારે બોટાદ એલસીબી પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડયું છે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો રીઢો આરોપી, કપૂરાઈ બાઇપાસ પર પાર્ક કરેલી કારનો કાચ તોડી કરી હતી ચોરી