આનંદ સગરના ખાતામાં શંકાસ્પદ વ્યવહારને લઇ તપાસ શરૂ કરવામાં આવી છે, આનંદ સગર અને પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થઇ હતી અને ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં ડિસ્ટ્રીક્ટ બેંક કૌભાંડમાં બે લોકો સામે નોંધાઈ પોલીસ ફરીયાદ. ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં 2.14 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હતી, જલાલપુર ડિસ્ટ્રીક્ટ બેંકના બ્રાન્ચ એકાઉન્ટન્ટ આનંદ પોપટભાઈ સગર અને પત્ની જાગૃતિબેન સગર સામે ફરિયાદ.

બેંક મેનેજર વિજયસિંહ પરમારે ઢસા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

વાત એમ છે કે, 49 ખાતેદારો સહિત કુલ 51 ખાતામાં ગોલમાલ કરી ઉચાપત કરી છે અને આનંદ સગરના ખાતામાં શંકાસ્પદ વ્યવહારોને લઈ સાયબર ક્રાઈમની તપાસ ચાલુ હતી જેમાં તપાસમાં આનંદ સગર અને પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર થયાનું ખુલ્યું છે અને ઢસા પોલીસે BNS એક્ટ કલમ 316(5), 338, 344, 54 તથા IT એક્ટ 66 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઢસા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

15 જાન્યુઆરી 2026ના રોજ આવતા હેડ ઓફિસની સુચના અનુસાર તે લોકર પણ હોલ્ડ ઉપર મુકવામા આવેલ છે અને તે લોકરમા તેના પિતાએ આપેલ દાગીનાની પોટલી સચવવા મુકેલ છે. તે લેવા આવેલ હોવાનું જણાવેલ અને જાગૃતિબેને બેન્કમાં અરજી આપી એવી ધમકી આપેલ કે તે આત્મહત્યા કરશે અને બેંકના અધિકારી તથા બેન્કનાં ડાયરેક્ટર વલ્લભભાઈ વિરૂધ્ધ પણ આક્ષેપો કર્યાં હતા.  


આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરના વલાદ ગામે જુગાર રમતા 10 શકુની ઝડપાયા, ખુલ્લા ખેતરમાં બાજી પાડી અને ગાંધીનગર એલસીબીએ આરોપીઓને પોલીસે દબોચ્યા