છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ સ્પીડે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડરની રેલિંગ તોડીને સીધી રસ્તાની બાજુમાં આવેલી એક બંધ દુકાનમાં ઘુસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણના રુંવાડા ઉભા થઈ જાય તેમ છે.
જાનહાનિ ટળી, પણ શંકાઓ વધી
અકસ્માત રાત્રિના સમયે થયો હોવાથી દુકાન બંધ હતી અને રસ્તા પર અવરજવર ઓછી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે, અકસ્માત બાદ કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી ત્રણ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગ્રામજનોએ એક વ્યક્તિને ઝડપી લીધો હતો.













