છોટા ઉદેપુરમાં બુટલેગરની કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે કાર ભગાવી હતી અને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી, બોડેલીના મેરિયા બ્રિજ પાસે બુટલેગરની કાર પલટી મારી ગઈ હતી અને કાર પલટ્યા બાદ ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર અને દારૂ ક્યાંથી ક્યા લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


છોટાઉદેપુરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી કારે મારી પલટી

છોટા ઉદેપુરના બોડેલી નજીક મેરિયા બ્રિજ પાસે રોડની બાજુમાં કારે પલટી મારી હતી અને કારમાં દારૂ છલોછલ ભરેલો હતો, વિદેશી દારૂ કયાંથી કયાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, મધ્યપ્રદેશ તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાં દારૂ લઈ જવાતો હોવાની મળી હતી પોલીસને બાતમી અને પોલીસે કારનો કર્યોં હતો પીછો, કારના ચાલકે સ્ટયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુના ખાડામાં ખાબકી કાર અને પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

દારૂની હેરાફેરી કરતી કારનો ચાલક ફરાર

ખાડામાં પડેલ કારને ક્રેઈન વડે બહાર કાઢવામાં આવી છે અને કારને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, દારૂ કોણે મંગાવ્યો હતો અને કારનો ચાલક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂ ક્યાંથી કયા લઈ જવામાં આવતો હતો તે બાબતે પોલીસે તપાસ હાથધરી છે.


આ પણ વાંચો : Baroda Dairy : બરોડા ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, અત્યાર સુધીમાં 7 બેઠક થઇ છે બિનહરીફ


  • Follow us on: