વડોદરા ડેરીની ચૂંટણીને લઈ બાકીની 6 બેઠક મામલે ચિત્ર થશે સ્પષ્ટ અને ભાજપે 6 ઉમેદવારને આપ્યા ટેલિફોનિક મેન્ડેટ અને મેન્ડેટ વગરના ફોર્મ પાછુ ખેંચે છે કેમ તેના પર નજર છે.


ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરાવે છે

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ ૭૬(બી)(૧)અન્વયે બરોડા ડેરીના પ્રમુખ દિનેશભાઈ પટેલાદિનુમામાં) અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસમાં ઉલ્લેખ્યું છે કે રાજ્યમાં શ્વેત ક્રાંતિના ભાગરૂપે અમૂલ પેટર્ન અનુસાર દૂધ ઉત્પાદકોને સહકારી પ્રવૃત્તિનું માળખું ગોઠવાયેલું છે. જે અંતર્ગત ગ્રામ કક્ષા ભગતી ગ્રામ કક્ષાના નાના દૂધ પૂરક ઉત્પાદકો-પશુપાલકોને રોજગારી તરીકે અપનાવેલું છે. દૈનિક ઉત્પાદિત દૂધ ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરાવે છે. જે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.માં દૂધ અને દૂધની બનાવટોમાં રૂપાંતરિત થાય છે.

કન્સલ્ટન્ટની નિમણૂક માટે એન-પ્રોસિઝર કે ઈ-ટેન્ડરીંગ કરાયું નથી

સન ૨૦૪-૨૫ના વૈધાનિક ઑડિટ અહેવાલ મુજબ ઈટોલા ખાતે દાણ પ્લાન્ટનું ઉત્પાદન ઘટીને છેલ્લા ૩ વર્ષ દરમિયાન અનુક્રમે ૩૦.૬૪ ટકા, ૨૮.૮૫ ટકા અને ૨૬.૮૮ ટકા થયું છે. રૂ.પ લાખથી વધુની તમામ વસ્તુઓ અને સેવાની ખરીદીમાં ઈ-ટેન્ડરીંગની સૂચનાનો ભંગ કરાવો છે. બોડેલી ખાતેના સોલર પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક માટે એન-પ્રોસિઝર કે ઈ-ટેન્ડરીંગ કરાયું નથી. ડભોઈ ખાતે રેવન્યુ સર્વે નં-૧૪૯૧ પૈકી વાડી ૨૮૨૫ ચોરસ મીટર જમીનને અડીને અક્ષરધામ સોસાયટીના પ્લોટ નં-૮૫ અને ૮૬ અનુક્રમે રૂ.૪૧,૦૦,૦૦૦ અને રૂ.૪૫,૦૦,૦૦૦ ખરીદવાનું નક્કી કર્યું હોવા છતા નિયમોનુસાર રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી.

સહિત 6 ડિરેક્ટરો બિનહરીફ થઈ ચુક્યા છે

તદુપરાંત સંઘ દ્વારા લેણદારોને ચૂકવવાનું નફા-નુકસાન રિટન ઓફ કરવામાં આવ્યું છે. આમ, દૂધ સંથના પ્રમુખ-ઉપપ્રમુખ નિષ્ફળ હોવાનું ફલિત થાય છે. જેથી, પ્રમુખ અને ઉપપ્રમુખને હોદા પરથી દૂર કરવા કાર્યવાહી શા માટે ન કરવી ? જે સંદર્ભે તા.૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ કલાકે આધાર-પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કરાયું છે. બરોડા ડેરીના અણનમ ખેલાડી દીનુ મામા સામે બાયો ચઢાવનાર ધારાસભ્યોનુ જોર ઓછુ થઈ ગયું હોવાનુ ફલિત થાય છે. કારણ કે, ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટરોની ૧૩ બેઠક સામે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ૬ ડિરેક્ટરો બિનહરીફ થઈ ચુક્યા છે અને હજુ એક ડિરેક્ટર બિનહરીફ થશે. એટલે માત્ર ૬ બેઠક પર જ ચુંટણી યોજાશે.

આગામી 18 માર્ચે ડેરીની ચૂંટણી યોજાવાની છે

ત્યારે ફોર્મ ભરાતાની સાથે જ દીનુ મામા ગ્રુપનો પાવર દેખાતો થઈ ગયો હતો. સિંગલ ફોર્મ ભરાતા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી બિનહરીફ થઈ ગયા હતાં. એ પછી ભરાયેલા ૫૫ ફોર્મની સ્કુટીની હાથ ધરાઈ હતી અને તેમાં વાંધાઓ લેવાયા હતાં. જે દરમિયાન ૩૧ ફોર્મ મંજૂર થયા હતા અને ૨૪ ફોર્મ રદ થયા હતા. જેથી પ્રતિસ્પર્ધીનુ ફોર્મ રદ થતા ડેરીના પ્રમુખ દીનુ મામા. ડિરેક્ટર કિપાલસિંહ મહારાઉલ અને સંગ્રામસિંહ રાઠવા પણ બિનહરીફ થયા હતાં. એ પછી ધૂળેટીના આગલા દિવસે સંખેડા બેઠક પરથી કનુબેન બારીયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા તેમના પતિ રમેશ બારીયા કે જેઓ ડેરીના વર્તમાન ડિરેક્ટર છે. તેઓ બિનહરીફ થયા હતા.

વાઘોડિયા બેઠક પરથી પણ એક ડિરેક્ટર બિનહરીફ થવાની તૈયારીમાં

એ પછી સાવલીના ઝોન-૫ની બેઠક પર દીનુ મામા ગ્રુપના રામસિંહ વાઘેલાએ અને સામે ભાજપના જ કાયંકર પ્રવિણ મકવાણાએ ફોર્મ ભરેલુ હતુ જેમાં કોઈ કારણોસર આજે પ્રવિણ મકવાણાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જેથી આજે રામસિંહ વાઘેલા બિનહરીફ થયા હતા. જે સાથે અત્યાર સુધીમાં વર્તમાન ૬ ડિરેક્ટરો બિનહરીફ થઈ ચુક્યા છે. હજુ, વાઘોડિયા બેઠક પરથી પણ એક ડિરેક્ટર બીનહરીફ થવાની તૈયારીમાં છે. કારણ કે, આ બેઠક પર વર્તમાન ડિરેક્ટર સતિષ મકવાણા (રાજુ અલવા) અને તેમની પત્ની હંસાબેન એમ બે જ ઉમેદવાર છે. હંસાબેન પણ આજ-કાલમાં પોતાનુંફોર્મ પરત ખેંચી લેવાના છે. તેવુ સૂત્રોએ કહ્યું છે. જો આમ થશે તો રાજુ અલવા બિનહરીફ થઈ જશે અને બીનહરીફનો આંક ૭ થઈ જશે. તો બાકીની ૬ બેઠક પર જ તા.૧૮મીએ ચૂંટણી યોજાશે.


આ પણ વાંચો : Surat News : સુરત મનપાની મુખ્ય કચેરી બહાર 6 થી 7 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકો પરેશાન



  • Follow us on: