દાહોદના કસ્બા વિસ્તારમાં ગૌ રક્ષકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, હિંસક ટોળાએ પથ્થરમારો કરી વાહનોના કાચ તોડયા હતા અને ગૌરક્ષકોએ જીવલેણ હુમલો કરતા અફરાતફરી મચી હતી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને વાહનમાં 2 ભેંસ હતી તેનો બચાવ કરવામાં આવ્યો છે.


દાહોદના કસ્બા વિસ્તારમાં ગૌ રક્ષકો પર હુમલાની ઘટના

દાહોદના કસ્બા વિસ્તાર સ્થિત પટણી ચોક ખાતે ગૌ રક્ષકો પર મોડી રાત્રે કસાઈઓએ હુમલો કર્યો હતો અને પીકઅપ ગાડીમાં કતલના ઇરાદે પશુ લઈ જવાતા હોવાની બાતમી ગૌ રક્ષકોને મળી હતી અને ગૌ રક્ષકોએ પોલીસ સાથે કસ્બા વિસ્તાર નજીક સ્મશાન રોડથી પિકઅપ ગાડીનો પીછો કરી પટણી ચોક ખાતે ગાડીને ઝડપી પાડી હતી તે દરમિયાન 50થી 60 જેટલા લોકોએ ગૌ રક્ષકો પર કર્યો હુમલો.

પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને વધુ તપાસ હાથધરી

હુમલામાં 2 ગૌ રક્ષક થયા ઇજાગ્રસ્ત તેમજ ગૌ રક્ષકની સ્કોર્પિયો તેમજ બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. ઘાયલ બે ગૌ રક્ષકોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભેંસ ભરેલી પિકઅપને ગૌ રક્ષકોની ટીમ તેમજ પોલીસે ઝડપી છે.


આ પણ વાંચો : Surat News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કિડીયારૂ ઉભરાયું, હોળી-ધુળેટીમાં વતન જવા મુસાફરોનો ધસારો


  • Follow us on: