દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં કારે રાહદારીને ટક્કર મારતા એકનું મોત થયું છે, મૃતક રાકેશ ખપેડને ગંભીર ઈજા થતા તેનું મોત થયું છે, પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

દાહોદ ગરબાડા હાઈવેના મોટી ખરજ ગામે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લઈ 500 મીટર સુધી ઢસડયો છે જેના કારણે એક વ્યકિતનું મોત થયું છે, પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026માં સહભાગી થવા આવેલા વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વન ટુ વન બેઠક