આ કામના ફરીયાદીને વર્ષ 2024માં ઢઢેલા ગામ તથા ઇંટા ગામ ખાતે આર.સી.સી. રોડ તથા સામુહિક શૌચાલયની કામગીરીની વહીવટી મંજુરી મળતા આર.સી.સી.રોડ તથા સામૂહિક શૈાચાલયની કામગીરી પુર્ણ થયા બાદ આ કામના ફરીયાદી આરોપીને સી.સી.ફોર્મ ભરવાનું તથા આગળની બીલો મંજુર કરવાની તેમજ અન્ય તમામ કાર્યવાહી પુર્ણ કરી આપવા સારૂ આ કામના ફરીયાદી પાસે રૂ.30 હજારની લાંચની માંગણી કરી હતી.

વધુ 5000 રૂપિયાની લાંચ માંગતા એસીબી થઈ

જે રકમમાંથી તુટક તુટક રોકડા રૂ.17,500/-તથા રૂ.2000 આક્ષેપિતે ફરીયાદી પાસેથી લીધેલ હતા અને બે વખત ફોન પેથી રૂ.2500 તથા રૂ.500 ઓનલાઇન ટ્રાન્સફરથી માંગેલ હતા અને બીજા રૂ.5000ની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.5000ની લાંચની માંગણી કરી લાંચના નાણાં લાંચના છટકા દરમ્યાન પંચ-1ની હાજરીમાં સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

આરોપી

અભિનંદન સંજયકુમાર પરમાર ઉ.વ. 32 ધંધો તલાટી કમમંત્રી ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયત વર્ગ-૩ તા.ઝાલોદ જી. દાહોદ હાલ રહે. માળીની વાડી ઝાલોદ તા. ઝાલોદ જી.દાહોદ મુળ રહે. ગામ પિલુચા તા. વડગામ જી. બનાસકાંઠા
ફરીયાદી :- એક જાગૃત નાગરીક
લાંચની માંગણીની રકમ:રૂ.5000/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂ.5000/-
લાંચની રીકવર કરેલ રકમ:રૂ.5000/-
ટ્રેપની તારીખ: તા.21/12/2025
ટ્રેપનું સ્થળ: મોજે ઝાલોદ બસ સ્ટેશનની મેઇન ગેટની બહાર રોડ ઉપર ચાની લારી નજીક

ટ્રેપ કરનાર અધિકારી:

એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી:
બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ
એકમ ગોધરા

ઇન્ચાર્જ અધિકારી
બળદેવ દેસાઇ IPS
નાયબ નિયામક
વડોદરા રેન્જ