કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ કેમિકલવાળા પાણીના પ્રશ્નો, રસ્તા પરના નડતર ઝાડના ટ્રિમિંગ અને કટિંગ, આધાર કાર્ડ કિટના પ્રશ્નો, લો વોલ્ટેજ, લોકફાળાના કામો, ટીપી સરવે, સ્વામિત્વ યોજના, કેનાલ સફાઈ, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું.
બેઠકમાં અધિકારી અને ધારાસભ્ય રહ્યાં હાજર
બેઠકમાં શહેરી વિસ્તારના પ્રશ્નોમાં સરકારી ચાવડી, દબાણના પ્રશ્નો, સરવે તેમજ પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નો, હાઉસિંગ બોર્ડના પ્રશ્નો, રેલવેને લગત પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી ઉકેલ લાવવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે હાર્દિક પટેલ, કનુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી, બાબુભાઈ પટેલ, અમિત શાહ, કંચનબેન રાદડિયા, હર્ષદ પટેલ, કૌશિક જૈન, જીતેન્દ્રભાઈ પટેલ, અમિત ઠાકર, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, ઇમરાન ખેડાવાલા, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













