રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કેમિકલ માફિયાઓને જાણે કાયદાનો ડર જ રહ્યો ન હોય તેમ ભાદર નદીમાં સતત પ્રદૂષિત પાણી ઠાલવી રહ્યા છે. એક તરફ સરકાર નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની વાતો કરે છે, તો બીજી તરફ માફિયાઓ જાણે તંત્રને 'રોકી શકો તો રોકી લો' તેવી ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. શુક્રવારની મોડી રાત્રે ફરી એકવાર ટેન્કર મારફતે ઝેરી કેમિકલયુક્ત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.


[[$googlead]]

દુર્ગંધ અને લીલા પાણીથી જાગૃત નાગરિકો ચોંક્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, વેગડી પુલ પરથી પસાર થતા જાગૃત નાગરિકોએ નદીનું પાણી અચાનક લીલુંછમ્મ અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવતી જોઈ હતી. આ બાબતની જાણ થતા જ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઈ વોરા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. નદીની હાલત જોઈ તેમણે મીડિયા સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ઘોર નિદ્રામાં છે અથવા તો કેમિકલ માફિયાઓ સાથે આંખ મિચોલી રમી રહ્યું છે.

અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠનો આક્ષેપ

કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ વોરાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાઠગાંઠ વગર આટલા મોટા પાયે પ્રદૂષણ ફેલાવવું શક્ય નથી. ભાદર નદી અને ડેમનું પાણી પીવા તેમજ સિંચાઈ માટે વપરાય છે. આ ઝેરી પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર આ પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહ્યું છે, જે માફિયાઓના મનોબળ વધારી રહ્યું છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

[[$alsoread]]


આ પણ વાંચો - Rajkot News: હવે શિક્ષકો બનશે 'દંડક'! રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના પરિપત્રથી હોબાળો


  • Follow us on: