ગાંધીનગરના ઝુંડાલ પાસે લકઝુરીયસ કારના ચાલકે એકટિવાના ચાલકને ટક્કર મારી છે અને તેના કારણે અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને અકસ્માતને પગલે રોડ પર ચક્કાજામ થયો છે, મર્સિડિઝ કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો છે અને કાર સ્થળ પર મૂકી છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઝુંડાલ પાસે મર્સિડિઝ કાર ચાલકે અકસ્માત સર્જ્યો

ગાંધીનગરના ઝુંડાલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જયો છે અને કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી છે, ઈજાગ્રસ્ત રમણ પટેલ ઝુંડાલ વતની છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, કાર ચાલક સામે પોલીસ ગુનો પણ નોંધશે અને મહત્વની વાત તો એ છે કે, કારના ચાલકે નશો કરીને કાર ચલાવી હતી કે નહી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

અકસ્માત સ્થળે બમ્પ બનાવવાની સ્થાનિકોની માગ છે

ગાંધીનગરના ઝુંડાલમાં અકસ્માતની ઘટના બની છે જે સ્થળે અકસ્માત સર્જાયો છે તે સ્થળે બમ્પ બનાવવાની માગ પણ સ્થાનિકોએ કરી છે પણ હજી સુધી બમ્પ બન્યો નથી અને તેના કારણે અકસ્માત થતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, આ અકસ્માતમાં હજી સુધી પોલીસ કારના ચાલકને પકડી શકી નથી.  


આ પણ વાંચો : Extra Comment : ગિગ વર્કર્સ : 10 મિનિટ સિવાયના સવાલોનું શું ?