ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળીને યુવકે આપઘાત કર્યો છે અને આપઘાત કરવા પાછળ તે લોકોને જવાબદાર ગણાવ્યા છે, તો પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને સાસરિયા-પત્નીની પણ પૂછપરછ કરી છે, સમગ્ર ઘટનામાં મૃતકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો પણ પોલીસે તપાસ માટે લીધો છે.

કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળી યુવકનો આપઘાત

ગાંધીનગરના કલોલમાં પત્ની-સાસરિયાથી કંટાળીને યુવકે આપઘાત કર્યો છે અને યુવકે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે, યુવકે ભાઇને વીડિયો કોલ કરી આપવીતી જણાવી હતી અને મને છેલ્લી વાર જોઇ લો કહી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતુ અને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો છે, લક્ષ્મણ પરમારે આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાત કરતા પહેલા યુવકે ભાઈને વીડિયો કોલ કર્યો અને આપવિતી જણાવી

લક્ષ્મણભાઈ દલપતભાઈ પરમાર નામના યુવકના આપઘાતથી પરિવારમાં પણ દુખની લાગણી છે અને સાસરિયા રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, રૂપિયાની માંગણી કરાતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મને છેલ્લી વાર જોઈ લો તેમ કહી કેનાલમાં ઝંપલાવ્યું છે અને વીડિયોમાં યુવકે કીધુ કે મારા બંને બાળકોનું ધ્યાન રાખજો આપઘાત અંગે મૃતકના ભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકોના મોત