રાજકોટમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં 2 બાળકોના મોત થયા છે અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, અકસ્માત મોડી રાત્રે થયો હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, કાલીપાટ ગામ તરફ આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.

રાજકોટ મોરબી હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો

રાજકોટ-મોરબી હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકોના મોત થયા છે, અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને રાજકોટ મોરબી હાઇવે ઉપર કાલીપાટ ગામ તરફ મધ્યરાત્રિના સમયે આ ઘટના બની છે, તો અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

મોડીરાત્રે અકસ્માતની ઘટના બની

તો મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બની છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ફુલ સ્પીડમાં કોઈ કારની ટક્કરથી આ અકસ્માત થયો હોવાનું પોલીસને અનુમાન છે તો બન્ને કારને મોટુ નુકસાન થયું છે, ગ્રામજનોની પણ માગ છે કે ગામના પાટીયા પાસે બમ્પ બનાવવામાં આવે જેના કારણે અકસ્માતથી મોટુ નુકસાન ના થાય અને કોઈનો જીવ ના જાય.


આ પણ વાંચો : Valsad News : દમણમાં એક તરફ મિત્રો દારુ-બિયર અને સિગારેટની મજા માણતા હતા અને બીજી તરફ આગ લાગવાથી બાથરુમમાં ગૂંગળામણથી મિત્રનું મોત થયું