સાયબર સેન્ટર ઓફ એકસેલન્સે મોટુ ઓપરેશન પાર પાડયું છે જેમાં સાયબર ગુનાના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આરોપીઓએ છેતરપિંડી કરવા બેંકમાં 80 એકાઉન્ટ ખોલાવ્યા હતા અને અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતા હતા. બેંકમાં ખાતા ખોલાવીને રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાની વાત સામે આવી છે.
ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી સાવધાન
સોશીયલ મિડિયા પ્લેટ ફોર્મ જેવા કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલીગ્રામ પર શેર બજારમાં રોકાણ કરી વધુ નફો મેળવો જેવી ઇન્વેસમેન્ટ કંપનીઓના મળતા-ભળતા નામની જાહેરાતોમાં વિશ્વાસમાં આવી રોકાણ કરવુ નહીં. સોશિયલ મિડિયા પર કોઇપણ પ્રકારના નામ વાળી .APK ફાઇલ (એપ્લિકેશન)મળે તો ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં. .APK ફાઇલ પર જો કરશો કિલક તો તમારી સમગ્ર માહિતી થઈ શકે છે લીક. તમે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે તમને “ડિજિટલ એરેસ્ટ” કરવામાં આવ્યા છે એમ કહી નાણાંની કે પર્સનલ માહિતી માંગે તો આપશો નહી. ડિજિટલ એરેસ્ટની કોઇ કાયદાકિય જોગવાઇ નથી.













