એક જૂથે ઘરમાં ઘૂસીને હુમલો કરી તોડફોડ કરી હતી અને વરઘોડા સમયે ગાડી લેવાનું કહેતા થઇ હતી બબાલ અને મહિલા અને તેના ભાઇ પર કરાયો હતો હુમલો અને હુમલા મુદ્દે ફરિયાદ કરતા ફરી ઘર પર કરાયો હતો હુમલો ગામમાં નીકળેલા એક વરઘોડા દરમિયાન માત્ર રસ્તામાં નડતી કાર હટાવવાનું કહેવા જેવી સામાન્ય બાબતે બે કોમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

વરરાજાના પક્ષના ઘરોમાં તોડફોડ કરી

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આ વિવાદ એટલો વધ્યો હતો કે વરરાજાના પક્ષના લોકોના ઘરમાં તોડફોડ કરાઈ હતી અને ગામમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો, ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી, ગામમાં કોઈ સ્થિતિ વણસે નહી તેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

કાર માલિક તેમજ જાનૈયાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ શરૂ થયું હતું

ગાંધીનગરના ચિલોડામાં એક ગામમાં લગ્ન પ્રસંગ હતો અને લગ્નનનો વરઘોડો નિકળી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં એક કાર હતી અને તે કાર હટાવવાનું કહેતા મામલો બિચકયો હતો જેમાં જાનૈયાઓ કાર માલિક વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ લોકો સામસામે આવી ગયા હતા, તો સ્થાનિકો પણ વચ્ચે પડયા હતા અને પણ મગજમારી એ હદે વણસી કે જાનૈયાઓના 3 થી 4 ઘરમાં તોડફોડ કરવામાં આવી અને રોડ માથે લીધો હતો, તોફાની તત્વોએ ચાર જેટલા રહેણાંક મકાનોને નિશાન બનાવી બારી-બારણાં અને ઘરવખરીની તોડફોડ કરી હતી.