પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77મા પ્રજાસતાક દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવણી થઈ રહી છે દરેક જિલ્લામાં 77મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે તો દેશને આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો છે એવા રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં 77માં પ્રજાસતાક દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી દર વર્ષે કરાય છે.
પોરબંદરમાં મધ દરિયે તિરંગો લહેરાયો
શ્રીરામ સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા ઘૂઘવાતાં સમૃદ્રમાં કડકડતી ઠંડી વચ્ચે ધ્વજવંદન કરી અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા છેલા 25 વર્ષથી મધદરિયે ધ્વજ વંદન કરી 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે મધ દરિયે ધ્વજવંદન કરવાનો હેતુ યુવાનોને સમુદ્ર ભય દૂર થાય અને સમૃદ્ધિ તરણમાં જોડાય.













