સુરતમાં 1.71 કરોડના ડિજિટલ એરેસ્ટના ચકચારી કેસમાં દિલ્હીથી એક આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી શંકર સોમા ચૌધરીને રશિયા ભાગે તે પેહલા જ દિલ્હી એરપોર્ટથી ફિલ્મી ઢબે ઝડપી લીધો છે, સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને વેસુના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ લૂંટી લીધા હતા.
આરોપીએ અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને વૃદ્ધને ફોન કરીને આધારકાર્ડ પર સીમકાર્ડ એકટિવ થયું છે અને બેંક એકાઉન્ટમાં મોટાપાયે નાણાકીય વ્યવહારો થયા છે અને મની લોન્ડ્રીંગ અને ફ્રોડ કેસમાં સંડોવાણી સામે આવી છે તેમ કહીને પોલીસની ખોટી ઓળખ આપીને કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા, આ મામલે સાયબર ક્રાઈમ સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી.













