પકડાયેલા આરોપીઓ કેશોદના રહેવાસી છે અને ઘટનાસ્થળેથી દારુની બોટલ, સોડા, નમકીન જપ્ત કરવામાં આવ્યા છે, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. LCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં રિસોર્ટના સંચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે, પકડાયેલા તમામ આરોપીઓ કેશોદના રહેવાસી હોવાનું ખુલાસો થયો છે.


[[$googlead]]

રિસોર્ટના સંચાલક પણ દારૂ પાર્ટીમાં હતા

પોલીસે સ્થળ પરથી રોયલ સ્ટેગ વિસ્કીની અડધી બોટલ, ખાલી ગ્લાસ, સોડા-પાણી અને નમકીન જપ્ત કર્યા છે, ગીર જંગલ આસપાસ હોટલ–રિસોર્ટમાં શરાબની મહેફિલો પર પોલીસની કડક નજર છે. ઝડપાયેલા આરોપીઓમાં ગીર વિવાન રિસોર્ટના સંચાલક કમલેશભાઈ ધીરજલાલ રાચચડા (ઉ.વ. 63, રહે. કેશોદ), જાવીદભાઈ ઇસાભાઈ હિંગોરા (ઉ.વ. 34, રહે. કેશોદ) અને શશીકાંતભાઇ જેઠાલાલ જોષી (ઉ.વ. 61, રહે. કેશોદ)નો સમાવેશ થાય છે.

તાલાલા પોલીસે ગુનો નોંધ્યો પ્રોહિબિશન એકટ મુજબ

ગીર સોમનાથ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી છે, અને આ કેસની આગળની તપાસ તાલલા પોલીસ કરી રહી છે, સમગ્ર ઘટનામાં બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી છે, આ કાર્યવાહીમાં રિસોર્ટના સંચાલક સહિત કેશોદના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

[[$alsoread]]


આ પણ વાંચો : Surat News : સુરતમાં ગેસ લીકેજથી એક જ પરિવારના 3 લોકોના મોત, ગિઝરનો ગેસ લીકેજ થતા બની ઘટના


  • Follow us on: