ગીર સોમનાથના વેરાવળ બંદર પાસે SMCના દરોડા સામે આવ્યા છે, દરિયાઇ માર્ગે ફિશિંગ બોટમાં લવાયો દારૂનો જથ્થો અને નલિયા ગોદી વિસ્તારમાંથી 400 પેટી દારૂ ઝડપાયો છે, આ સમગ્ર ઘટનામાં 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. દમણથી સોમનાથ દરિયાઈ માર્ગે દારૂ લવાયો હતો.
વેરાવળમાં ફરી વધુ એક વાર SMCનો સપાટો
વેરાવળ બંદરમાં ઊતરતો દારૂનો જંગી જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડયો છે, દરિયાઇ માર્ગે ફિશિંગ બોટમાં આ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, નલિયા ગોદી વિસ્તારમાં ફિશિંગ બોટમાંથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે, રાત્રે 3 વાગ્યાની આસપાસ દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસે કુલ મળીને 80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
