સાબરકાંઠાના ખેડબ્રહ્માના મટોળા નજીકથી AHTU ટીમે રેકેટ ઝડપ્યું બાળ તસ્કરીનું રેકેટ અને મેડી ગામે જન્મ લેનાર બાળકને વેચ્યું હોવાનું ખુલ્યું છે, અમદાવાદ ખાતેના પરિવારને 2 લાખમાં આપ્યું બાળક અને 15 દિવસ અગાઉ બાળકને વેચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે, બાળ તસ્કરી ગેગના પાંચ સંભ્યોને AHTU ટીમે દબોચ્યા છે.

આરોપીઓ સાબરકાંઠા, અમદાવાદ, રાજસ્થાનના રહેવાસી

બાળકના માતા-પિતાને લઇ પોલીસે તપાસ હાથધરી છે અને લાંબા સમયથી આ રેકેટ ચાલતું હોવાની વાત સામે આવી છે, ઝડપાયેલ આરોપીઓ સાબરકાંઠા, અમદાવાદ અને રાજસ્થાનના રહેવાસી છે, બાળક કોણે વેચ્યું તે દિશામાં પણ થશે કડક તપાસ, સાબરકાંઠા પોલીસની ટીમો અંતરિયાળ સહિત શહેરી વિસ્તારમાં રાખી રહી છે બાળ તસ્કરી સામે વોચ અને અગાઉ પણ સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીનું રેકેડ ઝડપી પાડવામાં આવ્યું હતુ.

બાળ તસ્કરી ગેગના પાંચ સંભ્યોને AHTU ટીમે દબોચ્યા

બાતમી આધારે ટીમ તસ્કરોની રાખી રહી હતી વોચ અને બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, રૂપિયા બેથી અઢી લાખમાં સ્થાનિક સ્તરે ખરીદાયેલું બાળક જ્યારે સંતાનહીન દંપતી સુધી પહોંચે ત્યારે તેની કિંમત રૂપિયા 10થી 15 લાખ સુધી પહોંચી જતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પણ એક બાળકની તસ્કરી કરીને હૈદરાબાદ લઈ જઈ રહેલા ત્રણ આરોપી વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ બાળક તેમણે બનાસકાંઠાના સપ્લાયર યુનુસ સિંધી પાસેથી 3.60 લાખ રૂપિયામાં લીધું હતું.


આ પણ વાંચો : Surat News : હીરાના વેપારીઓ માટે મોટા અને સારા સમાચાર, દુબઈને બદલે હવે સુરતમાં રફ હીરાનું થશે ઓકશન